બે ફૅક્ટર ઑથેંટિકેશન

જો તમે તમારું Apple અકાઉંટ iOS 13.4, iPadOS 13.4, macOS 10.15.4 અથવા તેના પછીના ડિવાઇસ પર બનાવ્યું હોય તો તમારું અકાઉંટ ઑટોમૅટિક રીતે બે ફૅક્ટર ઑથેંટિકેશનનો ઉપયોગ કરે છે.

iOS 9, iPadOS 13, OS X 10.11 અથવા પછીના વર્ઝનમાં Apple અકાઉંટ માટે બે ફૅક્ટર ઑથેંટિકેશન ઉપલબ્ધ છે. જો તમે અગાઉ બે ફૅક્ટર ઑથેંટિકેશન વગર Apple અકાઉંટ બનાવ્યું હોય તો બે ફૅક્ટર ઑથેંટિકેશન ચાલુ કરવા માટે આ પગલાં અનુસરો :

  1. સેટિંગ્સ  > [તમારું નામ] > સાઇન ઇન & સુરક્ષા પર જાઓ.

  2. બે ફૅક્ટર ઑથેંટિકેશન ચાલુ કરો પર ટૅપ કરો અને પછી ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.

બે ફૅક્ટર ઑથેંટિકેશન અન્ય લોકો દ્વારા તમારા Apple અકાઉંટનો ઍક્સેસ રોકવામાં મદદ કરે છે (ભલે તેઓ તમારા Apple અકાઉંટ પાસવર્ડ જાણતા હોય) અને iOS, iPadOS અને macOSમાં ચોક્કસ ફીચરમાં બે ફૅક્ટર ઑથેંટિકેશન જરૂરી છે. જ્યારે બે ફૅક્ટર ઑથેંટિકેશન ચાલુ હોય ત્યારે માત્ર તમે જ વિશ્વસનીય ડિવાઇસનો ઉપયોગ કરીને તમારું અકાઉંટ ઍક્સેસ કરી શકો છો. જ્યારે તમે પહેલીવાર કોઈ નવા ડિવાઇસમાં સાઇન ઇન કરો છો, ત્યારે તમારે બે માહિતી પૂરી પાડવાની જરૂર હોય છે—તમારો Apple અકાઉંટ પાસવર્ડ અને છ-અંકનો વેરિફિકેશન કોડ જે ઑટોમૅટિક રીતે તમારા ફોન નંબર પર મોકલવામાં આવે છે અથવા તમારા વિશ્વસનીય ડિવાઇસ પર ડિસ્પ્લે કરવામાં આવે છે. કોડ એંટર કરીને તમે વેરિફાઈ કરો છો કે તમે નવા ડિવાઇસ પર વિશ્વાસ કરો છો.